‘લોકડાઉન 3’નો પહેલો દિવસ શેર માર્કેટને ભારે પડ્યો, સેન્સેક્સ 2002 અંક તૂટ્યો, નિફ્ટી 9,300 નીચે નબળા વૈશ્વિક સંકેતોના પગલે આજે ભારતીય શેર માર્કેટમાં જબરદસ્ત વેચવાલી જોવા મળી. જેના કારણે અંતિમ ટ્રેડિંગ સેશનમાં માર્કેટ ભારે કડાકા સાથે સેટલ થયા છે. બીએસઈ બેંચમાર્ક ઈન્ડેક્સ સેન્સેક્સ 2002 પોઈન્ટ અથવા 5.94 ટકા પટકાઈને 31,715 નજીક જ્યારે નિફ્ટી 50 આંક 566 અંક અથવા 5.74 ટકા પટકાઈને 9,293 નજીક સેટલ થયા છે.
આ સિવાય બેંક નિફ્ટી પણ 1,790 પોઈન્ટના કડાકા સાથે 19,743 નજીક બંધ આવ્યો છે. બીએસઈ પણ મીડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે 4.25 ટકા અને 3.14 ટકા પટકાઈને બંધ આવ્યા છે. આજે સેક્ટોરિયલ ઇન્ડેક્સની વાત કરીએ ઓટો, ફાઈનાન્શિયલ સર્વિસેઝ, એફએમસીજી, આઈટી, મીડિયા, મેટલ, રિયલિટી, પીએસયૂ બેંક, પાઇવેટ બેંકના સ્ટોક ગગડીને સેટલ થયા છે.
ઉલ્લેખનીય છે કે મોદી સરકારે દેશમાં લોકડાઉનને બે સપ્તાહ આગળ વધારીને 17 મે સુધી કરી દીધું છે. જેની અસર આજે માર્કેટ પર જોવા મળી. આજે માર્કેટની શરૂઆતમાં જબરદસ્ત વેચવાલી જોવા મળી જેના કારણે માત્ર ગણતરીની મિનિટોમાં રોકાણકારોના લગભગ 5.15 લાખ કરોડ રૂપિયા ધોવાયા હતા. આજે કુલ 567 સ્ક્રીપમાં સુધારો, 1817 સ્ક્રીપમાં મંદી અને 179 સ્ક્રીપમાં કોઈ ફેરફાર જોવા મળ્યો નહોતો.

0 Post a Comment:
Post a Comment